મિત્રો ...
GCERT દ્વારા જુદા જુદા પ્રકારના ઓનલાઇન કોર્સ ચાલી રહ્યા છે. આ પૈકી ‘સર્ટીફીકેટ કોર્સ ઓન બેઝિક એજ્યુકેશનલ સ્ટેટેસ્ટિક કોર્સ’ હમણાં જ ઘણા બધા મિત્રોએ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે. આ બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આ કોર્સ ખાસ કરીને આપણને શિક્ષણના રોજિંદા કાર્યોમાં કામ કરવાની આગવી સૂઝ પૂરી પાડે છે. શિક્ષણમાં ઉપયોગી શૈક્ષણિક સૂચિતાર્થો જેવાકે Input Indicators, Output Iindicators અને Process indicators વગેરેની ગણતરી કરવી, વિવિધ રીપોર્ટ કાર્ડ નું વિશ્લેષણ અને અર્થઘટન, એક્સેલની મદદથી જે તે ઇન્ડિકેટર અંતર્ગત પરફોર્મન્સની ગણતરી, શિક્ષણની કાર્યયોજના તૈયાર કરવી વગેરે માટે આ કોર્સ ખૂબ જ ઉપયોગી છે.
શિક્ષણના એક સારા વહીવટકર્તા બનવા માટે આ કોર્સ નું આગવું મહત્વ છે. આ કોર્સમાં ડાયટ પ્રાચાર્યશ્રી, ડી.ઇ.ઓ.શ્રી, ડી.પી.ઇ.ઓ.શ્રી, ડાયટ લેક્ચરર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, કેળવણી નિરીક્ષકશ્રી, મુખ્ય શિક્ષક, શિક્ષક, એમ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થીઓ જોડાઈ શકે છે. આ કોર્સમાં જોડાવા માટે આ લિંક પર આપનું રજીસ્ટ્રેશન કરાવો. https://forms.gle/ccTuAUb3LeVTAcwf6 . વહેલા તે પહેલાના ધોરણે કોર્સમાં એડમિશન આપવામાં આવશે. કોર્સ પૂર્ણ થયા પછી GCERT દ્વારા એક સર્ટિફિકેટ આપવામાં આવશે.
લોકડાઉનના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની આ કોર્ષ આપને તક પૂરી પડે છે. આ તક ઝડપી લઈએ. આ કોર્સમાં સફળતા માટે આપને અત્યારથી જ શુભકામનાઓ પાઠવું છું.
Dr. T. S. Joshi
Director
GCERT
Gandhinagar
No comments:
Post a Comment