ગુના સંદર્ભી જાણવા જેવી માહિતી

એ) ફરિયાદ -
ગુનાના બે પ્રકાર હોય છે.
    (૧) કોગ્નિઝેબલ ગુનો-
પોલીસ અધિકારના ગુનાને કોગ્નિઝેબલ ગુનો કહે છે જેમાં ગુનાના આરોપીને વગર વોરંટે પકડવાની સત્તા પોલીસ ધરાવે છે.
    (ર) નોન-કોગ્નિઝેબલ ગુનો-
જે ગુનાના આરોપીને પોલીસ કોર્ટની પરવાનગી (વોરંટ) વગર પકડી શકતી નથી તેવા ગુનાને નોન-કોગ્નિઝેબલ ગુનો ગણવામાં આવે છે.
    (૧) કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ-
પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીને લેખીત કે મૌખિક રીતે આપી શકાય છે. મૌખિક ફરિયાદ  એ જ વખતે લખીને ફરિયાદીને વાંચી સંભળાવી તેઓની સહી લઈ તેની નકલ ફરિયાદીને વિનામૂલ્યે આપવામાં આવે છે. આવી ફરિયાદ ટપાલ મારફતે પણ મોકલી શકાય છે. આઉટ પોસ્ટમાં પણ આ રીતે ફરિયાદ કરી શકાય છે.
    (ર) નોન-કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ-
નોન-કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી શકાય છે. જેની નોંધ નોન-કોગ્નિઝેબલ ફરિયાદ રજિસ્ટરમાં કરવામાં આવે છે. ગુનો નોંધવામાં આવતો નથી. આવી ફરિયાદની તપાસ કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ કરવામાં આવે છે.
  • દરેક કોગ્નિઝેબલ ગુનાની તપાસની શરૂઆત એફ.આઈ.આર.થી થાય છે.
  • ફરિયાદ ખાસ કરી ભોગ બનનાર અથવા બનાવ વખતે ત્યાં હાજર હોય તેની અથવા ભોગ બનનારનાં સગાં, સંબંધી, મિત્ર કે જે બનાવ વિશે જાણતા હોય તેણે કરવી જોઈએ.
  • ઘણા કિસ્સામાં બિનવારસી લાશ મળે અને તે ગુનાહિત મૃત્યુ હોવાનું ફલિત થાય અને બનાવ અંગે કોઈ ફરિયાદી હાજર ન મળે તેવા સંજોગોમાં પોલીસ ફરિયાદી બને છે.
  • ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ.ને અગર બનાવ સ્થળે હાજર પોલીસ અધિકારીની સમક્ષ કરી શકાય છે.

No comments:

Post a Comment